• સ્વયં સહાય

મૅન્યુઅલ ઑફ પ્રેક્ટિસ

1 ટેલિવિઝન ચૅનલના ડિસ્ટ્રીબ્યુટરના નામ અને ઍડ્રેસ:

Dish TV India Limited,
Registered Office: Office No. 3/B, 3rd Floor, Goldline Business Centre, Link Road, Malad West, Mumbai 400064, Maharashtra
Corporate Office: FC-19, Film City, Sector 16 A, Noida, 201301

2 ટેલિવિઝન ચૅનલના ડિસ્ટ્રીબ્યુટર દ્વારા ઑફર કરવામાં આવતી સર્વિસના નિયમો અને શરતો: અહીં ક્લિક કરો

3 નોડલ ઑફિસરનું નામ, હોદ્દો અને ઇમેઇલ, સંપર્ક ટેલિફોન નંબર, ફેક્સ નંબર અને ઍડ્રેસ: વિગતો માટે અહીં ક્લિક કરો

4 આ નિયમોમાં દર્શાવવામાં આવ્યા પ્રમાણે કન્ઝ્યુમર સુરક્ષા માટેની જોગવાઈઓની વિગતો:-
 

a. ટેલિવિઝન સંબંધિત બ્રોડકાસ્ટિંગ સર્વિસમાં વિક્ષેપ.— સબસ્ક્રાઇબરની કોઈ ટેલિવિઝન ચૅનલ સિગ્નલ્સ સતત બોત્તેર કલાકથી વધુ વિક્ષેપિત રહે, તો તેવા કિસ્સામાં ટેલિવિઝન ચૅનલના ડિસ્ટ્રીબ્યુટરે સબસ્ક્રાઇબરના સબસ્ક્રિપ્શન શુલ્કમાંથી આવા વિક્ષેપના સંપૂર્ણ સમયગાળા માટે આવી ચૅનલની પ્રમાણસર ડિસ્ટ્રીબ્યુટર રિટેલ કિંમત તથા નેટવર્ક કેપેસિટી ફીના સમકક્ષ રકમનો ઘટાડો કરવાનો રહેશે:

આવા વિક્ષેપના સમયગાળાની ગણતરી સબસ્ક્રાઇબર દ્વારા રજિસ્ટર કરાયેલ ફરિયાદના સમયથી કરવામાં આવશે:

કુદરતી આપત્તિને લીધે આવતા વિક્ષેપના કિસ્સામાં, આ પેટા-નિયમમાંથી કંઈ લાગુ થશે નહીં.

b. સબસ્ક્રાઇબરનું કિંમત વધારાથી રક્ષણ.— જો સબસ્ક્રાઇબર દ્વારા ટેલિવિઝન સંબંધિત બ્રોડકાસ્ટિંગ સર્વિસ લૉક-ઇન સમયગાળા સાથે લેવામાં આવી હોય અથવા ડિસ્ટ્રીબ્યુટર દ્વારા ઓફર કરવામાં આવતી કોઈ પણ સ્કીમ મુજબ સબસ્ક્રાઇબર દ્વારા ચોક્કસ સમયગાળા માટે ટેલિવિઝન સંબંધિત બ્રોડકાસ્ટિંગ સર્વિસના સબસ્ક્રિપ્શનનું શુલ્ક ઍડવાન્સમાં ચૂકવવામાં આવ્યું હોય, તો ડિસ્ટ્રીબ્યુટરે આ સમયગાળા દરમિયાન સબસ્ક્રિપ્શન કિંમતમાં કોઈ પણ પ્રકારના વધારા વગર અને સબસ્ક્રાઇબરને ગેરલાભ ના થાય એ માટે સબસ્ક્રિપ્શનની અન્ય શરતોમાં ફેરફાર કર્યા વગર આ સર્વિસ પ્રદાન કરવાની રહેશે.

d. ટેલિવિઝન સંબંધિત બ્રોડકાસ્ટિંગ સર્વિસનું ડિસ્કનેક્શન.—

(1) સબસ્ક્રાઇબરની વિનંતીને આધારે સબસ્ક્રાઇબર દ્વારા જણાવેલ તારીખથી બ્રોડકાસ્ટિંગ ડિસ્ટ્રીબ્યુટર આ સબસ્ક્રાઇબરની ટેલિવિઝન સંબંધિત બ્રોડકાસ્ટિંગ સર્વિસને ડિસ્કનેક્ટ કરશે અને ત્યારપછીના સાત દિવસની અંદર, ડિસ્ટ્રીબ્યુટર તથા સબસ્ક્રાઇબરની સહમતી પ્રમાણે સર્વિસની શરતો અને નિયમોના અનુપાલન મુજબ, સબસ્ક્રાઇબરની દેય ડિપોઝિટ રિફંડ કરશે: સબસ્ક્રાઇબર દ્વારા આ ડિસ્કનેક્શનની વિનંતી ઓછામાં ઓછા પંદર દિવસ અગાઉ કરવાની રહેશે.

(2) કોઈપણ ટેલિવિઝન ચૅનલના ડિસ્ટ્રીબ્યુટર, સબસ્ક્રાઇબરને ઓછામાં ઓછા પંદર દિવસ અગાઉ ડિસ્કનેક્શનના કારણ દર્શાવતી નોટિસ આપ્યા વગર, ટેલિવિઝન સંબંધિત બ્રોડકાસ્ટિંગ સર્વિસ ડિસ્કનેક્ટ કરી શકશે નહીં અને આ પંદર દિવસનો સમયગાળો સબસ્ક્રાઇબરને ડિસ્કનેક્શનની નોટિસ જારી કર્યાની તારીખથી ગણવામાં આવશે.

(3) પેટા નિયમન (2) મુજબ ટેલિવિઝન ચૅનલના ડિસ્ટ્રીબ્યુટર દ્વારા ટેલિવિઝન સંબંધિત બ્રોડકાસ્ટિંગ સર્વિસના ડિસ્કનેક્શનની નોટિસ ટેલિવિઝન સ્ક્રીન પર સ્ક્રોલ્સ ચલાવીને અને સબસ્ક્રાઈબરના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર શોર્ટ મેસેજ સર્વિસ (એસએમએસ) મોકલીને જણાવવામાં આવશે:

ઉપરોક્ત રીતે નોટિસ મોકલવા ઉપરાંત, જો ડિસ્ટ્રીબ્યુટર પાસે અનુમતિ હોય તો તે સબસ્ક્રાઇબરને નોટિસ મોકલવાની અન્ય પદ્ધતિઓ જેમ કે ઇ-મેઇલ, બી-મેઇલ તથા અન્ય યોગ્ય લાગે તે પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે.
 

e. પ્રિ-પેઇડ બિલિંગ અને ચુકવણી.—
પ્રિ-પેઇડ ચુકવણીના કિસ્સામાં, ટેલિવિઝન ચૅનલના દરેક ડિસ્ટ્રીબ્યુટર દ્વારા સબસ્ક્રાઇબરને આ ચુકવણીની સ્વીકૃતિ આપવાની રહેશે અને તે મુજબ સબસ્ક્રાઇબર મેનેજમેન્ટ સિસ્ટમ અપડેટ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
(2) પ્રિ-પેઇડ ચુકવણી વિકલ્પ માટે બિલિંગ સાઇકલ સર્વિસ ઍક્ટિવેટ કર્યાની તારીખથી લઈને ત્રીસ દિવસની રહેશે.
(3) ટેલિવિઝન ચૅનલના દરેક ડિસ્ટ્રીબ્યુટર તેમની વેબસાઇટ પર ઓછામાં ઓછા પાછલા છ મહિના માટે સબસ્ક્રાઇબરના બિલિંગ અને ચુકવણીના રેકોર્ડ રાખશે અને સબસ્ક્રાઇબરને તેમના એકાઉન્ટમાં લૉગ-ઇન ઍક્સેસ પ્રદાન કરશે:
આ રેકોર્ડમાં સબસ્ક્રાઇબરના વપરાશની આ મુજબની મુદ્દાસર વિગતો હોવી જોઈએ, -
(a) નેટવર્ક કેપેસિટી ફી,
(b) કસ્ટમર પરિસરના ઉપકરણ માટે ભાડા-શુલ્ક, જો કંઈ હોય તો,
(c) બિલિંગ સાઇકલના સમયગાળા દરમિયાન સબસ્ક્રાઈબર દ્વારા સબસ્ક્રાઇબ કરેલ પે ચૅનલ અને પે ચૅનલ બુકે માટેના શુલ્ક,
(d) આ નિયમનોની જોગવાઈને અનુસાર વસૂલવામાં આવતા અન્ય કોઈ પણ શુલ્ક અને,
(e) લાગુ કાયદાને અનુરૂપ ટૅક્સ.
(4) પ્રિપેઇડ સબસ્ક્રાઇબરના એકાઉન્ટમાં બૅલેન્સ રકમ ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં, ટેલિવિઝન ચૅનલના ડિસ્ટ્રીબ્યુટરને તેમની સર્વિસ ટેમ્પરરી સસ્પેન્ડ કરવાની પરવાનગી રહેશે:
જો સબસ્ક્રાઇબરની સર્વિસ સતત ત્રણ મહિનાના સમયગાળા માટે સસ્પેન્ડ રહે, તો આવા સબસ્ક્રાઇબરને ડિસ્ટ્રીબ્યુટરના ઍક્ટિવ સબસ્ક્રાઇબર તરીકે ગણવામાં આવશે નહીં અને ડિસ્ટ્રીબ્યુટર તેમને સબસ્ક્રાઇબર મેનેજમેન્ટ સિસ્ટમમાંથી ડિઍક્ટિવેટ કરી શકશે:
જો સબસ્ક્રાઈબરના એકાઉન્ટમાં બૅલેન્સ રકમનું રિચાર્જ કરવામાં આવે, તો ડિસ્ટ્રીબ્યુટર દ્વારા સર્વિસ રિસ્ટોર કરવામાં આવશે અને જો સર્વિસ સતત ત્રણ મહિનાથી વધુના સમયગાળા માટે સસ્પેન્ડ રહી હોય, તો આવી સર્વિસ રિસ્ટોર કરવા માટે ડિસ્ટ્રીબ્યુટર સબસ્ક્રાઈબર પાસેથી રિ-ઍક્ટિવેશન ફી તરીકે વધુમાં વધુ રૂપિયા સો વસુલ કરી શકે છે

5 ફરિયાદ નિવારણ માટેની પ્રક્રિયા અને બેંચમાર્ક:
કસ્ટમર કેર સેન્ટર દ્વારા ફરિયાદ સંચાલન.— (1) ટેલિવિઝન ચૅનલના દરેક ડિસ્ટ્રીબ્યુટર સુનિશ્ચિત કરશે કે સબસ્ક્રાઇબરની ફરિયાદ પ્રાપ્ત થતા જ કસ્ટમર કેર સેન્ટર આ ફરિયાદને રજિસ્ટર કરે અને ડૉકેટ નંબરના રૂપે એક યુનિક નંબર ફાળવે:
જો આવશ્યક જણાશે, તો ઑથોરિટી આવા ડૉકેટ નંબર માટે ફોર્મેટની સ્પષ્ટતા કરી શકે છે.
(2) ટેલિવિઝન ચૅનલના દરેક ડિસ્ટ્રીબ્યુટર સુનિશ્ચિત કરશે કે કસ્ટમર કેર સેન્ટર દ્વારા-
(a) ફરિયાદ રજિસ્ટર કરતી વખતે, સબસ્ક્રાઇબરને ડૉકેટ નંબર, ફરિયાદ રજિસ્ટર થયાની તારીખ અને સમય તેમ જ ફરિયાદના નિરાકરણ માટે લાગનાર અંદાજિત સમય વિશે જાણ કરવામાં આવે; અને
(b) ફરિયાદના નિરાકરણ બાદ સબસ્ક્રાઇબરને ફરિયાદ પર થયેલ કાર્યવાહીની વિગતો અને જો સબસ્ક્રાઇબર સંતુષ્ટ ન હોય, તો ફરિયાદના વધુ નિવારણ માટે નોડલ ઑફિસરના નામ અને સંપર્ક નંબરની જાણ કરવામાં આવે.
ફરિયાદ નિવારણ માટેની સમય મર્યાદા.— ટેલિવિઝન ચૅનલના દરેક ડિસ્ટ્રીબ્યુટર સબસ્ક્રાઇબરની ફરિયાદોના નિવારણ માટે નીચેની સમય મર્યાદાનું પાલન કરશે-
(a) ફરિયાદ પ્રાપ્ત થયાના આઠ કલાકની અંદર જ તમામ ફરિયાદનો જવાબ આપવામાં આવશે:
ઑફિસના કાર્યકારી કલાક બાદ પ્રાપ્ત થયેલી ફરિયાદોનો જવાબ આગામી કાર્યકારી દિવસે આપવામાં આવશે;
(b) પ્રાપ્ત થયેલી તમામ 'નો સિગ્નલ' ફરિયાદમાંથી ઓછામાં ઓછા નેવું ટકાનું નિવારણ કરવામાં આવશે અને આવી ફરિયાદ પ્રાપ્ત થયાના ચોવીસ કલાકની અંદર સિગ્નલને રિસ્ટોર કરવામાં આવશે;
(c) બિલિંગ સંબંધિત તમામ ફરિયાદોનું, સબસ્ક્રાઇબર પાસેથી ફરિયાદ પ્રાપ્ત થયાના સાત દિવસની અંદર, નિવારણ કરવામાં આવશે અને જો આવા સબસ્ક્રાઇબરને કોઈ રિફંડ હોય, તો ફરિયાદ પ્રાપ્ત થયાના ત્રીસ દિવસની અંદર આપવામાં આવશે;
(d) કલમ (b) અને કલમ (c) હેઠળ ના આવરી લેવામાં આવતી અન્ય ફરિયાદોમાંથી ઓછામાં ઓછા નેવું ટકા ફરિયાદનું, પ્રાપ્ત થયાના આઠ કલાકની અંદર, નિવારણ કરવામાં આવશે;
(e) કલમ (c) માં જણાવેલ બિલિંગ સંબંધિત તમામ ફરિયાદો સિવાયની કોઈપણ ફરિયાદ બોત્તેર કલાકથી વધુ સમય માટે વણઉકેલાયેલી રહેવી ના જોઈએ