• સ્વયં સહાય

નવા કનેક્શનની પ્રક્રિયા

નવા કનેક્શનની પ્રક્રિયા.

(1) દરેક ટેલિવિઝન ચૅનલના ડિસ્ટ્રીબ્યુટર, કોઈપણ કન્ઝ્યુમરને કનેક્શન આપતી વખતે તેમની સર્વિસ વિશે સંપૂર્ણ વિગતોની જાણકારી આપશે, જેમાં આ તમામનો સમાવેશ થશે પરંતુ આટલું જ મર્યાદિત નથી, જેમ કે અ-લા-કાર્ટ ચૅનલ અથવા બુકેની માસિક મહત્તમ રિટેલ કિંમત અને માસિક ડિસ્ટ્રીબ્યુટર રિટેલ કિંમત, માસિક નેટવર્ક કેપેસિટી ફી અને કસ્ટમર પરિસરના ઉપકરણની કિંમત, સિક્યોરિટી ડિપોઝિટ, ભાડાની રકમ, ગેરંટી / વૉરંટી, મેન્ટેનન્સ જોગવાઈઓ અને કસ્ટમર પરિસરના ઉપકરણની માલિકી, જે પણ લાગુ હોય.

(2) ટેલિવિઝન ચૅનલના દરેક ડિસ્ટ્રીબ્યુટર, યોગ્ય રીતે ભરેલું કન્ઝ્યુમર એપ્લિકેશન ફોર્મ (શેડ્યૂલ -1) પ્રાપ્ત થયા પછી અને કન્ઝ્યુમરને તેની એક કૉપી આપ્યા પછી તેમને ટેલિવિઝન સંબંધિત બ્રોડકાસ્ટિંગ સર્વિસ પ્રદાન કરશે.

(3) ટેલિવિઝન ચૅનલના દરેક ડિસ્ટ્રીબ્યુટર, સબસ્ક્રાઇબર મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને, દરેક સબસ્ક્રાઇબરને એક યુનિક ઓળખ નંબર પ્રદાન કરશે, જે સબસ્ક્રાઇબરને શોર્ટ મેસેજ સર્વિસ (એસએમએસ) દ્વારા તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર અને અન્ય યોગ્ય લાગે તે પદ્ધતિઓ જેમ કે ઇ-મેઇલ, બી-મેઇલ, માસિક બિલ અથવા ચુકવણીની રસીદ દ્વારા જણાવવામાં આવશે.

(4) ટેલિવિઝન ચૅનલના ડિસ્ટ્રીબ્યુટર, કન્ઝ્યુમર એપ્લિકેશન ફોર્મની વિગતો સબસ્ક્રાઇબર મેનેજમેન્ટ સિસ્ટમમાં દાખલ થયા પછી જ સબસ્ક્રાઇબરની ટેલિવિઝન સંબંધિત બ્રોડકાસ્ટિંગ સર્વિસ ઍક્ટિવેટ કરશે:

(5) ટેલિવિઝન ચૅનલના ડિસ્ટ્રીબ્યુટર, કન્ઝ્યુમર એપ્લિકેશન ફોર્મની વિગતો સબસ્ક્રાઇબર મેનેજમેન્ટ સિસ્ટમમાં દાખલ થયા પછી જ સબસ્ક્રાઇબરની ટેલિવિઝન સંબંધિત બ્રોડકાસ્ટિંગ સર્વિસ ઍક્ટિવેટ કરશે:

ટેલિવિઝન સંબંધિત બ્રોડકાસ્ટિંગ સર્વિસનું શુલ્ક આ સર્વિસના ઍક્ટિવેશનની તારીખથી સબસ્ક્રાઇબર દ્વારા દેય રહેશે.

(6) ટેલિવિઝન ચૅનલના ડિસ્ટ્રીબ્યુટર ટેલિવિઝન સંબંધિત બ્રોડકાસ્ટિંગ સર્વિસ પ્રદાન કરવા માટે નવા કનેક્શનને ઇન્સ્ટોલ કરવા માટે એક વખતના ઇન્સ્ટોલેશન શુલ્ક રૂપે રૂપિયા ત્રણસો પચાસથી વધુ રકમ વસૂલ કરી શકે નહીં.

(7) ટેલિવિઝન ચૅનલના ડિસ્ટ્રીબ્યુટર ટેલિવિઝન સંબંધિત બ્રોડકાસ્ટિંગ સર્વિસને ઍક્ટિવેટ કરવા માટે એક વખતના ઍક્ટિવેશન શુલ્ક રૂપે રૂપિયા એકસોથી વધુ રકમ વસૂલ કરી શકે નહીં.