• સ્વયં સહાય

કનેક્શનનું રિલોકેશન

જો કોઈ સબસ્ક્રાઇબર દ્વારા તેમના કનેક્શનને એક સ્થળેથી બીજા સ્થળે રિલોકેશન કરવાની વિનંતી કરવામાં આવે, તો ટેલિવિઝન ચૅનલના ડિસ્ટ્રીબ્યુટર, તકનિકી અને કાર્યકારી શક્યતાના આધારે, વિનંતીની પ્રાપ્તિની તારીખથી સાત દિવસની અંદર કનેક્શનને રિલોકેટ કરશે:

જો ડિસ્ટ્રીબ્યુટર પાસે અનુમતિ હોય તો, પરિસ્થિતિ અનુસાર આવા સબસ્ક્રાઇબર પાસેથી નિમ્નલિખિત રકમનું શુલ્ક વસૂલી શકે -
(i) એ રકમ જે ડિસ્ટ્રીબ્યુટર દ્વારા નિર્ધારિત ઇન્સ્ટૉલેશન શુલ્ક કરતાં બમણી ના હોય, જો આ રિલોકેશનના કાર્યમાં કસ્ટમર પરિસરના ઉપકરણમાંથી આઉટડોર ઉપકરણને જૂના સ્થળેથી કાઢીને નવા સ્થળે ફરી ઇન્સ્ટૉલ કરવાનું શામેલ હોય, અથવા

(ii) એ રકમ જે ડિસ્ટ્રીબ્યુટર દ્વારા નિર્ધારિત ઇન્સ્ટૉલેશન શુલ્ક કરતાં વધારે ના હોય, જો આ રિલોકેશનના કાર્યમાં કસ્ટમર પરિસરના ઉપકરણમાંથી આઉટડોર ઉપકરણને જૂના સ્થળેથી કાઢવાનું શામેલ ના હોય.