ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના દિશાનિર્દેશ મુજબ, સ્પર્ધા અધિનિયમ, 2002 ની કલમ 31 (1) હેઠળ આપેલ તેના આદેશમાં, વિડિઓકૉન d2h લિમિટેડ ("વિડિઓકૉન d2h") ના ડિશ ટીવી ઇન્ડિયા લિમિટેડ ("ડિશ ટીવી") સાથે અને તેમાં એકત્રીકરણ સંબંધિત કિસ્સામાં (કૉમ્બિનેશન રજિસ્ટ્રેશન નંબર - સી-2016/12/463), 11 ઓગસ્ટ 2022 સુધી ડિશ ટીવી અને વિડિઓકૉન d2h લિમિટેડ નીચે મુજબના ખર્ચાઓને વહન કરશે:
a. કસ્ટમરના પરિસરમાં ઇન્સ્ટૉલ થયેલા રિસિવિંગ એન્ટેનાને ફરીથી ગોઠવવા અને ફરીથી કન્ફિગર કરવાનો ખર્ચ, જો પાર્ટીઓ ડિશ ટીવી અને વિડિઓકૉન d2h દ્વારા લીઝ કરવામાં આવેલા ટ્રાન્સપોન્ડર્સમાંથી કોઈને પણ સરન્ડર કરવાનો નિર્ણય લે (જે કેસ હોય તે મુજબ), તો તેને નવી / સંયુક્ત સંસ્થા દ્વારા જાળવી રાખવામાં આવતા ટ્રાન્સપોન્ડર સાથે અનુકૂળ બનાવી શકાય; અને
b. કસ્ટમરના એન્ટેના અને/અથવા સેટ ટૉપ બૉક્સનો ખર્ચ, જે ડિશ ટીવી અને વિડિઓકૉન d2h વચ્ચેના એકત્રીકરણના પરિણામે બદલવાની જરૂર પડી શકે છે.
આયોગનો વિગતવાર આદેશ અહીં ઉપલબ્ધ છે: https://www.cci.gov.in/sites/default/files/Notice_order_document/C-2017-12-463%20%28for%20uploading%29.pdf